Mar 17, 2020

ભાગવત રહસ્ય -૨૧૭

રામ જન્મોત્સવમાં સર્વ ને આનંદ થયો છે,બધા દેવો રાજી થયા છે,ફક્ત એક ચંદ્ર નારાજ થયા છે.રામજીના દર્શન કરી,સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે.”મારા વંશ માં ભગવાન આવ્યા છે!” અતિ આનંદમાં સૂર્ય ની ગતિ સ્થિર થઇ છે,સૂર્યનારાયણ આગળ વધતા જ નથી,તે અસ્ત તરફ જાય તો –ચંદ્રને દર્શન થાય ને ? ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી કે-આ સૂર્યને આગળ જવાનું કહોને? મને તમારાં દર્શન કરવા દેતો નથી,

Mar 16, 2020

ભાગવત રહસ્ય -૨૧૬

દશરથ એટલે-દશે ઇન્દ્રિયોના ઘોડાઓને કાબુમાં રાખી જેનો રથ રામજી તરફ (પ્રભુ તરફ) જાય છે-તે...આવા દશરથને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે છે.
દશમુખ રાવણ વિષયોને હદ ઉપરાંત ભોગવે છે-એટલે રાવણને ત્યાં ભગવાન કાળ-રૂપે આવે છે.
નવ માસ પરિપૂર્ણ થયા છે,રાત્રે દશરથજી સૂતેલા હતા,તેમને સુંદર સ્વપ્નું દેખાયું

Mar 15, 2020

ભાગવત રહસ્ય -૨૧૫

કામ જયારે મનમાં પ્રવેશ કરે છે-ત્યારે-વિવેકને તે ધક્કો મારે છે.
નારદજી મનમાં વિચારે છે-કે- આ કન્યા મને મળે તો કેમ? જો હું અતિ સુંદર બની જાઉં તો મને વિશ્વમોહિની મળે.ચાલ ભગવાન પાસે જઈ તેમની સુંદરતા માગી લાવું.
નારદજી પાછા આવ્યા નારાયણ પાસે. પ્રભુ એ પૂછ્યું-કેમ નારદજી જલ્દી પાછા આવ્યા ?નારદજી એ વાત કહેવા માંડી, કહે-કે- મહારાજ આજે હું તમારું રૂપ માગવા આવ્યો છું. મારે એક રાજકન્યા સાથે લગ્ન કરવાં છે.