રાજા દશરથની શોકસભામાં ભરત ઉભા થયા છે.સીતા-રામના સ્મરણમાં આંખમાંથી આંસુ નીકળે છે. ગુરુદેવ વસિષ્ઠના ચરણમાં વંદન કરે છે,અને કહે છે-કે-ગુરુદેવની અને માતાની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે.બધાની ઈચ્છા છે કે મારો રાજ્યાભિષેક થવો જોઈએ. પણ આજે સામો જવાબ આપું છું,તો મને ક્ષમા કરજો.મારે બધા લોકોને એટલું જ પૂછવાનું છે કે-મને ગાદી પર બેસાડવાથી શું અયોધ્યાનું કલ્યાણ થશે? શું મારું કલ્યાણ થશે ? મેં મારા મનથી નિશ્ચય કર્યો છે કે-રામ સેવાથી જ મારું કલ્યાણ થશે.રામ સેવા એ જ મારું જીવન છે.
Apr 13, 2020
Apr 12, 2020
ભાગવત રહસ્ય -૨૪૩
દશરથના મરણના સમાચાર સાંભળી વશિષ્ઠ ઋષિ ત્યાં આવ્યા છે. સર્વ લોકોને વિલાપ કરતાં જોઈ વશિષ્ઠ ઉપદેશ આપે છે.કહે છે-કે-દશરથજીનું મરણ મંગલમય હતું. જેનું મન મરતી વખતે પ્રભુ ચરણમાં હોય તેનું મરણ મંગલમય બની જાય છે.રાજાના મુખ માં મરણ વખતે “રામ”નું નામ હતું. એટલે તેમનું મરણ મંગલમય છે,અને તેથી આવા પ્રસંગે શોક કરવો યોગ્ય નથી.
Apr 11, 2020
ભાગવત રહસ્ય -૨૪૨
રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે.અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે.
મંદાકિનીના કિનારે પર્ણકુટીમાં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ,કિરાત વગેરે લોકોને ખબર પડી છે. લોકો દોડતા રામ- સીતાના દર્શન કરવા આવ્યા છે.રામજીના દર્શનથી તેઓનું પાપ છૂટી ગયું,સ્વભાવ બદલાયો,જીવન સુધરી ગયું. રામજીની નજરમાં એવો જાદુ છે-કે-ભીલ લોકોનું મદિરાપાન અને માંસાહાર છૂટી ગયા છે.ચોરી કરવાનું ભૂલી ગયા છે.

Subscribe to:
Posts (Atom)