Apr 17, 2020

ભાગવત રહસ્ય -૨૪૮

ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-કે-
અર્જુન તારો શત્રુ બહાર નથી પણ તારો શત્રુ તારી અંદર છે.કામ એ હિત-શત્રુ છે.
તે આપણને એમ મનાવે છે-કે-“હું તમને સુખ આપું છું” પણ તે સુખ સાચું નહિ કાચું છે.
કામ=”ક” એટલે સુખ અને “આમ” એટલે કાચું. કામ એટલે કાચું સુખ.
કામનું સુખ તે સાચું સુખ નથી પણ કાચું સુખ છે-વિનાશ વાળું છે.
કામને હૃદયમાંથી કાઢી –ત્યાં પરમાત્મા શ્રીકૃષ્ણને પધરાવવા જોઈએ.

Apr 16, 2020

ભાગવત રહસ્ય -૨૪૭

ભરદ્વાજ ઋષિ ભરતને કહે છે-કે-રાક્ષસોનો સંહાર કરવા રામજી આ લીલા કરી રહ્યા છે,માટે શોક ન કરો.તમારું સ્વાગત કરવું એ અમારો ધર્મ છે,આજ ની રાત તમે બધા અહીં રહો.ભરદ્વાજે અણિમાદિક –રિદ્ધિ-સિદ્ધીનું આવાહન કર્યું છે, હજારો સેવકો,હજારો મકાનો ઉભાં થયા છે.ભરદ્વાજે સિદ્ધિનો ઉપયોગ કદી કર્યો ન હતો પણ આજે રામભક્તોનું તેમને સન્માન કરવું હતું.જેને જે ભાવે તે ભોજન આપે છે,બધાનું ભાવથી ભવ્ય સ્વાગત કર્યું છે.

Apr 15, 2020

ભાગવત રહસ્ય -૨૪૬

અનેક નાવડીઓ મંગાવી બધાને ગંગા પાર લઇ ગયા છે.ગંગાપાર થયા પછી ભરતજીએ કહ્યું –કે-અહીંથી રામજી ચાલતા ગયા છે-એટલે હું હવે રથમાં નહિ બેસું,હું ચાલતો આવીશ,અહીંથી મારા માલિક ચાલતા ગયા હોય અને હું રથમાં બેસું તો મને પાપ લાગશે.વશિષ્ઠજી સમજી ગયા છે,ભરતને રથમાં બેસવાનો આગ્રહ કરવામાં આવશે તો તેને દુઃખ થશે.સર્વના રથ આગળ કર્યા છે,
પાછળ,ભરત.શત્રુઘ્ન અને ગુહક ચાલે છે.