બીજી તરફ ચિત્રકૂટની તળેટીમાં બીજા દિવસની સવારે-ભરતે વશિષ્ઠજીની આજ્ઞા માગી છે.“ગુરુજી આપ આજ્ઞા આપો તો હું ઉપર જાઉં”
ભરતજી મનમાં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું ?રામજી મને જોઈને ચાલ્યા જશે તો? ના,ના મોટાભાઈ આવું નહિ કરે!! મને જરૂર અપનાવશે.ભાભી –સીતાજી મને મળવાની,રામજીને મનાઈ તો કરશે નહિને? ના, ના, સીતાજીના હૃદયમાં રામજી વિરાજ્યા છે,તે એવું કરે જ નહિ.