Apr 18, 2020

Gyaneshvari-Bhagvad-Geeta-As It Is-Adhyay-18-Moksh Sanyasa-Yog





ભાગવત રહસ્ય -૨૪૯

બીજી તરફ ચિત્રકૂટની તળેટીમાં બીજા દિવસની સવારે-ભરતે વશિષ્ઠજીની આજ્ઞા માગી છે.“ગુરુજી આપ આજ્ઞા આપો તો હું ઉપર જાઉં”
ભરતજી મનમાં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું ?રામજી મને જોઈને ચાલ્યા જશે તો? ના,ના મોટાભાઈ આવું નહિ કરે!! મને જરૂર અપનાવશે.ભાભી –સીતાજી મને મળવાની,રામજીને મનાઈ તો કરશે નહિને? ના, ના, સીતાજીના હૃદયમાં રામજી વિરાજ્યા છે,તે એવું કરે જ નહિ.

Apr 17, 2020

ભાગવત રહસ્ય -૨૪૮

ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-કે-
અર્જુન તારો શત્રુ બહાર નથી પણ તારો શત્રુ તારી અંદર છે.કામ એ હિત-શત્રુ છે.
તે આપણને એમ મનાવે છે-કે-“હું તમને સુખ આપું છું” પણ તે સુખ સાચું નહિ કાચું છે.
કામ=”ક” એટલે સુખ અને “આમ” એટલે કાચું. કામ એટલે કાચું સુખ.
કામનું સુખ તે સાચું સુખ નથી પણ કાચું સુખ છે-વિનાશ વાળું છે.
કામને હૃદયમાંથી કાઢી –ત્યાં પરમાત્મા શ્રીકૃષ્ણને પધરાવવા જોઈએ.