Apr 19, 2020

ભાગવત રહસ્ય -૨૫૦

રામજીએ પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળી –પછી પિતાજીનું શ્રાદ્ધ કર્યું છે.
રામજીએ ચૌદ વર્ષ કંદમૂળનું સેવન કર્યું છે,અનાજ ખાધું નથી તેથી ફળનું પિંડદાન કર્યું છે.શ્રાદ્ધમાં શ્રદ્ધા પ્રધાન છે. મોટે ભાગે વાસના રાખીને જીવ,શરીર છોડે છે.જે વિકાર-વાસના સાથે મરે તેની પાછળ શ્રાદ્ધ કરવાની ખાસ જરૂર છે,પણ જે નિર્વાસન (વાસના વગરનો) થઇ ને મરે તેની પાછળ શ્રાદ્ધ -ના થાય તો પણ વાંધો નથી, તેનું શ્રાદ્ધ ના થાય તો પણ તેની સદગતિ થાય છે.દશરથ મહારાજ પાછળ પિંડદાન કરવાની જરૂર નથી,તેઓ છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કરતા હતા.પણ જગતને આદર્શ બતાવવા –શ્રાદ્ધ કર્યું છે.