શબરીને આશા હતી કે –એક દિવસ મારા માલિક - મારા ઘેર આવશે.તેથી રોજ તે વનમાંથી સારાં સારાં બોર લઇ આવે.આખો દિવસ પ્રતીક્ષા કરે અને સંધ્યા કાળે રામજી--ના આવે એટલે તે બોર બાળકોને વહેચી દે.મનથી વિચારે છે-કે હું પાપી છું,
હું લાયક નથી એટલે પરમાત્મા મને પ્રત્યક્ષ દર્શન આપતા નથી,મારાં બોર તે આરોગતા નથી.પ્રભુની પ્રતીક્ષા કરતાં કરતાં-શબરી હવે વૃદ્ધ થઇ છે-પણ હજુ એ તે- તે જ ઉત્સાહથી પ્રતીક્ષા કરે છે.મારા ગુરુજીએ કહ્યું છે-એટેલે રામજી જરૂર આવશે.
શબરી પૂર્વજન્મમાં રાજાની રાણી હતી, અને રાણી હોવાને નાતે તે –સંતોની ધનથી સેવા કરી શકતી,પણ તનથી સેવા કરી શકતી નહોતી.
સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ માન્યું છે,પણ શબરીને તે સુખ તુચ્છ લાગે છે.
વિચારે છે- કે –“મને મહારાણી બનાવી તે ખોટું થયું છે,મારું જીવન બગડે છે,હું કોઈ સંતની તનથી સેવા કરી શકતી નથી “મહારાણી એક વખત પ્રયાગરાજ ગયાં,ત્યાં અનેક મહાત્માઓનાં દર્શન કર્યાં,અને ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઈચ્છાથી કરી કે –બીજા જન્મમાં મને સાચા સંતોનો સત્સંગ થાય-સેવા થાય.બીજા જન્મમાં એક ભીલને ત્યાં કન્યા રૂપે તેમનો જન્મ થયો.
રામ-લક્ષ્મણ આશ્રમમાં પાછા આવ્યા અને જોયું તો સીતાજી આશ્રમમાં નથી.
રઘુનાથજીએ નાટક કર્યું છે,અજ્ઞાનથી –વિયોગમાં- સામાન્ય જીવ રડે છે-દુઃખી થાય છે.રામજી પાસે અજ્ઞાન આવી શકે નહિ.તેમ છતાં-સ્ત્રીવિયોગમાં પુરુષ જેવી રીતે રડે છે-તેનું નાટક કર્યું છે.એકનાથજી એ સીતા-વિયોગ બહુ સુંદર રીતે વર્ણવ્યો છે.
રામ,--હે સીતે-હે સીતે--કરીને આંખો બંધ કરીને વિલાપ કરે છે-ત્યારે લક્ષ્મણ સમજાવે છે-ધીરજ રાખો,આંખો ઉઘાડો.