Apr 28, 2020

ભાગવત રહસ્ય -૨૫૮

પરમાત્મા જીવ માત્રના સાચા મિત્ર છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવન સફળ થાય છે.જગતનો મિત્ર આ લોકમાં કદાચ સુખ આપશે,પરંતુ પરલોકમાં કે અંતકાળે સુખ આપી શકશે નહિ.જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો ઈશ્વર તેને પોતાના જેવો બનાવે છે.પરમાત્મા અતિશય ઉદાર છે,ઈશ્વર જીવને આપે છે-ત્યારે આપવામાં સંકોચ કરતા નથી, જયારે જીવ આપે છે-ત્યારે વિચાર કરીને આપે છે.પોતાના માટે થોડુંક રાખીને બીજાને આપે છે.

Apr 27, 2020

ભાગવત રહસ્ય -૨૫૭

શબરીનું ચરિત્ર માનવમાત્ર માટે આશ્વાસન રૂપ છે.આખું જીવન ભગવાનને શોધનાર ને-ભગવાનની રાહ જોનારને- ભગવાન જરૂર મળે જ છે.તે પછી રામજીએ –શબરીને પૂછ્યું-કે-તારી કોઈ ઈચ્છા છે ?તારે માગવું હોય તે માગ.શબરીએ રામજીને વિનંતી કરી કે-આ પંપા સરોવરનું જળ બગડી ગયું છે,તેને આપ સુધારો,આપ તેમાં સ્નાન કરો તો તે જળ શુદ્ધ થાય.

Apr 25, 2020

ભાગવત રહસ્ય -૨૫૬

શબરીને આશા હતી કે –એક દિવસ મારા માલિક - મારા ઘેર આવશે.તેથી રોજ તે વનમાંથી સારાં સારાં બોર લઇ આવે.આખો દિવસ પ્રતીક્ષા કરે અને સંધ્યા કાળે રામજી--ના આવે એટલે તે બોર બાળકોને વહેચી દે.મનથી વિચારે છે-કે હું પાપી છું,
હું લાયક નથી એટલે પરમાત્મા મને પ્રત્યક્ષ દર્શન આપતા નથી,મારાં બોર તે આરોગતા નથી.પ્રભુની પ્રતીક્ષા કરતાં કરતાં-શબરી હવે વૃદ્ધ થઇ છે-પણ હજુ એ તે- તે જ ઉત્સાહથી પ્રતીક્ષા કરે છે.મારા ગુરુજીએ કહ્યું છે-એટેલે રામજી જરૂર આવશે.