Apr 30, 2020

ભાગવત રહસ્ય -૨૬૦

હનુમાનજીએ વાનરસેના સહિત દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું છે. જાંબવાન પાસે હનુમાનજી આવ્યા છે.ત્યાં સમાચાર મળ્યા કે-સીતાજી અશોકવનમાં છે.દરિયો ઓળંગીને જે જશે તેને જ સીતાજી મળશે.આ દરિયો ઓળંગવો મુશ્કેલ છે. બધા વિચારમાં પડી ગયા છે.કોણ દરિયો ઓળંગે? ત્યારે જાંબવાન ,હનુમાનજીને તેમની શક્તિનું ભાન કરાવે છે. (પોતાની શક્તિની ઓળખાણ કરાવે છે)

Apr 29, 2020

ભાગવત રહસ્ય -૨૫૯

શ્રીકૃષ્ણને વાલી પ્રશ્ન પૂછે છે-કે-મહારાજ, હું જો પાપી જ છું તો મને બતાવો કે –એવું કઈ પોથીમાં લખ્યું છે-કે પાપીને તમારાં દર્શન થાય છે? ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે-“મુનિજનો જન્મ-જન્મોમાં અનેક પ્રકારના સાધનો કરતાં રહે છે-તેમ છતાં અંતકાળ માં તેમના મુખમાંથી રામ-નામ નીકળતું નથી, કે પ્રભુના દર્શન થતા નથી.હું તો પાપી નથી પણ પુણ્યશાળી છું કે –અંતકાળમાં આપનાં દર્શન કરું છું.તમારાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે,હવે હું પાપી રહ્યો નથી.તમારાં દર્શન દેવોને પણ દુર્લભ છે,તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું.

Apr 28, 2020

ભાગવત રહસ્ય -૨૫૮

પરમાત્મા જીવ માત્રના સાચા મિત્ર છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવન સફળ થાય છે.જગતનો મિત્ર આ લોકમાં કદાચ સુખ આપશે,પરંતુ પરલોકમાં કે અંતકાળે સુખ આપી શકશે નહિ.જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો ઈશ્વર તેને પોતાના જેવો બનાવે છે.પરમાત્મા અતિશય ઉદાર છે,ઈશ્વર જીવને આપે છે-ત્યારે આપવામાં સંકોચ કરતા નથી, જયારે જીવ આપે છે-ત્યારે વિચાર કરીને આપે છે.પોતાના માટે થોડુંક રાખીને બીજાને આપે છે.