હનુમાનજી અશોકવનમાં આવ્યા છે.સીતાજી સમાધિમાં બેઠા છે.હે રામ-હે રામ નો જપ કરે છે.માતાજીનું શરીર દુર્બળ થયું છે. માતાજીને મનથી પ્રણામ કરી,જે ઝાડ નીચે સીતાજી બેસી ધ્યાન કરતાં હતા તે ઝાડ પર બેસીને રામ-કથા કહેવાની શરૂઆત કરી.“શ્રી રામે -અનેક વાનરોને સીતાજીને શોધવા મોકલ્યા છે,હું રામદૂત લંકામાં આવ્યો છું,આજે મારું જીવન ધન્ય થયું કે મને આજે સાક્ષાત આદ્યશક્તિ સીતાજીનાં દર્શન થયાં”
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 1, 2020
Apr 30, 2020
ભાગવત રહસ્ય -૨૬૦
હનુમાનજીએ વાનરસેના સહિત દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું છે. જાંબવાન પાસે હનુમાનજી આવ્યા છે.ત્યાં સમાચાર મળ્યા કે-સીતાજી અશોકવનમાં છે.દરિયો ઓળંગીને જે જશે તેને જ સીતાજી મળશે.આ દરિયો ઓળંગવો મુશ્કેલ છે. બધા વિચારમાં પડી ગયા છે.કોણ દરિયો ઓળંગે? ત્યારે જાંબવાન ,હનુમાનજીને તેમની શક્તિનું ભાન કરાવે છે. (પોતાની શક્તિની ઓળખાણ કરાવે છે)
Apr 29, 2020
ભાગવત રહસ્ય -૨૫૯
શ્રીકૃષ્ણને વાલી પ્રશ્ન પૂછે છે-કે-મહારાજ, હું જો પાપી જ છું તો મને બતાવો કે –એવું કઈ પોથીમાં લખ્યું છે-કે પાપીને તમારાં દર્શન થાય છે? ઉલટું એમ કહેવામાં આવ્યું છે કે-“મુનિજનો જન્મ-જન્મોમાં અનેક પ્રકારના સાધનો કરતાં રહે છે-તેમ છતાં અંતકાળ માં તેમના મુખમાંથી રામ-નામ નીકળતું નથી, કે પ્રભુના દર્શન થતા નથી.હું તો પાપી નથી પણ પુણ્યશાળી છું કે –અંતકાળમાં આપનાં દર્શન કરું છું.તમારાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે,હવે હું પાપી રહ્યો નથી.તમારાં દર્શન દેવોને પણ દુર્લભ છે,તેમ છતાં અંતકાળે હું તમારા દર્શન કરું છું.
Subscribe to:
Comments (Atom)


