May 4, 2020

ભાગવત રહસ્ય -૨૬૪

તે પછી,વાનર સેનાએ સમુદ્ર ઉપર પથ્થરનો પુલ બાંધ્યો છે.પથ્થર પર રામનામ લખવાથી પથ્થર તરે છે. રામનામથી જડ પથ્થર તરે છે-તો મનુષ્ય શું ના તરે? 
વિશ્વાસ રાખી રામનામનો જપ કરવાથી મનુષ્ય સંસાર-સાગરને તરે છે.કલિકાળમાં રામનામના જપ સિવાય સંસાર-સાગર તરવાનો-બીજો કોઈ ઉપાય નથી.

May 3, 2020

ભાગવત રહસ્ય -૨૬૩

વિભીષણ વાનરસેના પાસે આવ્યા છે.વિભીષણ વિચારે છે-કે- રામજી મને સ્વીકારશે કે નહિ ?રાવણનો ભાઈ માની મારો તિરસ્કાર કરશે તો? ના,ના,તેઓ તો અંતર્યામી છે,મારો શુદ્ધ ભાવ છે,તેઓ મને જરૂર અપનાવશે.સુગ્રીવે રામજી પાસે આવી સમાચાર આપ્યા કે-રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે,લાગે છે-કે-રાક્ષસોની આ માયા છે.અને તે આપણો ભેદ જાણવા આવ્યો હોય તેમ લાગે છે.

May 2, 2020

ભાગવત રહસ્ય -૨૬૨

હનુમાનજી રામજી પાસે આવ્યા છે.લક્ષ્મણ પત્ર વાંચે છે,અને રામજી સાંભળે છે.
હનુમાનજી કહે છે-કે-નાથ.આ તો તમારો પ્રતાપ છે,નાથ,કૃપા કરો કે મને અભિમાન ન થાય.માલિકની નજર નીચી થઇ છે,મારા હનુમાનને તેના આ કામ (ઉપકાર) બદલ હું શું આપું ? જગતના ધણી આજે હનુમાનજીની આંખમાં આંખ મિલાવી શકતા નથી,(સન્મુખ થઇ શકતા નથી) આંખ સહેજ ભીની થઇ છે,માલિક આજે ઋણી બન્યા છે.વધુ તો શું કરે ? ઉભા થઇ હનુમાનજીને ભેટી પડ્યા છે.