Jun 4, 2020

ભાગવત રહસ્ય -૨૯૫

મહાપ્રભુજી કહે છે-કે-મથુરા અને મધુરા એક જ છે.મધુરાધિપતે અખિલમ મધુરમ. 
મધુ=મધ અને રા=રક્ષણ કરે છે. એટલે મધથી શરીરનું રક્ષણ કરે છે-તે.
મધથી માનવ શરીરને- જે-મનુષ્ય- સાચવે તેનું શરીર મથુરા (મધુરા) બને છે.
મધ બે જગ્યાએ છે.કામસુખ ને સંપત્તિમાં. આ બે વસ્તુમાં મન ફસાયેલું છે.
શરીર હંમેશને માટે કોઈનું સારું રહેતું નથી,શરીરને તો-ક્ષય રોગ લાગુ પડ્યો છે.”શીર્યતે ઇતિ શરીરમ” એટલે ભલે બીજું બધું બગડે પણ મન ના બગડે તેની કાળજી રાખવાની છે.

Jun 3, 2020

ભાગવત રહસ્ય -૨૯૪

લોકો વર્ષમાં એકવાર નંદમહોત્સવ કરે છે,પણ,નંદમહોત્સવ તો રોજ કરવો જોઈએ.નંદ મહોત્સવ રોજ સવારે ચારથી સાડા પાંચ વચ્ચે કરવો જોઈએ.
બ્રાહ્મમુહૂર્તનો આ સમય બહુ પવિત્ર હોય છે.આપણા શાસ્ત્રમાં લખ્યું છે-કે-
રાતે દશ વાગ્યા પછી,રાક્ષસો જાગે છે-અને-સવારે ચાર વાગે સૂઈ જાય છે.
રાક્ષસો ને શું બે શીંગડા હોતાં હશે ?ના,તેવું નથી –પણ-સવારે ચાર વાગ્યા પછી પથારીમાં સૂઈ રહે તે જ રાક્ષસ છે.

Jun 2, 2020

ભાગવત રહસ્ય -૨૯૩

ગોપી,નૌલખો હાર અને લાલાની –સાદી વાર્તા પાછળનો સિદ્ધાંત દિવ્ય છે.
હાર,વસ્ત્રો,ચાંદીની થાળી વગરે લૌકિક સુખના પ્રતિક છે, જે લૌકિક સુખ ને છોડે,તેને લાલો મળે.જે લૌકિક સુખમાં આનંદ માને તેને પરમાનંદ મળતો નથી.
પરમાત્મા પરમાનંદનું સ્વ-રૂપ છે.જે આનંદ કાયમ માટે ટકે તેને પરમાનંદ કહે છે.
વિષયાનંદ એક-બે ક્ષણથી વધારે ટકતો નથી.