Jun 11, 2020

ભાગવત રહસ્ય -૩૦૨

શિવજી નું તાંડવ નૃત્ય પુરુ થયું.પછી યશોદાજીએ -શિવજીને આસન પર બેસાડ્યા છે.યશોદાજીએ દાસીને આજ્ઞા કરી,મારે તેમની પૂજા કરવી છે.વસ્ત્રો અને આભૂષણો મંગાવ્યા છે.શિવજી લેવાની ના પડે છે.”મારા ગુરૂની આજ્ઞા નથી. ચંદન પુષ્પ ચાલશે” યશોદાજી કહે છે-કે-તમે કંઇક તો લો.તમારા જેવા સંત અમારે આંગણે આવે અને જો તેમનું સન્માન ના કરવામાં આવે તો ધન સંપત્તિ શા કામનાં?તમારા માટે નહિ તો અમારા કલ્યાણ માટે તમે કંઈ લો.

Jun 10, 2020

ભાગવત રહસ્ય -૩૦૧

આ બાજુ બાલકૃષ્ણલાલને ખબર પડી કે-શંકરજી આવ્યા છે –પણ મા બહાર કાઢતી નથી.....બહાર નીકળવા માટે ટે જોરથી રડવા લાગ્યા. હજાર વાનાં કર્યા છતાં લાલો શાંત થતો નથી.રડતાં રડતાં કનૈયો હાથ ઉંચા કરીને બતાવે છે-કે મારે બહાર જવું છે,પણ મા,બહાર લઈ જતી નથી.ગોપીઓ દોડતી દોડતી આવી છે,ત્રણ ચાર દિવસમાં તો બિલકુલ રડ્યો નથી,પણ આજે લાલાને થાય છે શું ?

Jun 9, 2020

ભાગવત રહસ્ય -૩૦૦

શિવજી મહારાજ સાધુના સ્વરૂપે લાલાજીના દર્શન કરવા યશોદાના આંગણામાં પધાર્યા છે.લોકો એમને જોઈને કહે છે-કે આ સાધારણ સાધુ લાગતો નથી,આ તો શિવજી જેવો લાગે છે.શિવજી સાધુનો વેશ લઇ સ્વ-રૂપ છુપાવે પણ શિવજીનું તેજ જાય ક્યાં ? યશોદાજી નો નિયમ હતો કે રોજ સાધુ-બ્રાહ્મણને જમાડી (ભિક્ષા આપીને) ને જમવું.દાસી મારફતે થાળીમાં ભિક્ષા (ભોજન)-શિવજીને મોકલાવી છે. દાસી શિવજી પાસે આવીને કહે છે-કે-યશોદાજીએ આ ભિક્ષા મોકલવી છે,આપ સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો.