Jun 12, 2020

ભાગવત રહસ્ય -૩૦૩

મહાત્માઓ કહે છે-કે-“તમારો મિત્ર તમને મળે તો –તમારાં સુખ,સંપત્તિને તમારી માન-બડાઈની વાતો તેને ન કરો.પણ તેને શું અડચણ છે,તે પૂછો.મિત્રના સુખદુઃખની વાતો કરી તેણે દિલાસો આપો.દુઃખીને દિલાસો આપવો તે મહાન પુણ્ય છે.દુઃખીને તમારાં સુખની વાતો સંભળાવશો નહિ.”ઘણા મનુષ્યો તો બીજાને મળે ત્યારે પોતાની જ વાતો કરે છે.”મને માન-પત્ર મળ્યું,મારો વરઘોડો કાઢ્યો” એ બહુ સારું નથી.

Jun 11, 2020

ભાગવત રહસ્ય -૩૦૨

શિવજી નું તાંડવ નૃત્ય પુરુ થયું.પછી યશોદાજીએ -શિવજીને આસન પર બેસાડ્યા છે.યશોદાજીએ દાસીને આજ્ઞા કરી,મારે તેમની પૂજા કરવી છે.વસ્ત્રો અને આભૂષણો મંગાવ્યા છે.શિવજી લેવાની ના પડે છે.”મારા ગુરૂની આજ્ઞા નથી. ચંદન પુષ્પ ચાલશે” યશોદાજી કહે છે-કે-તમે કંઇક તો લો.તમારા જેવા સંત અમારે આંગણે આવે અને જો તેમનું સન્માન ના કરવામાં આવે તો ધન સંપત્તિ શા કામનાં?તમારા માટે નહિ તો અમારા કલ્યાણ માટે તમે કંઈ લો.

Jun 10, 2020

ભાગવત રહસ્ય -૩૦૧

આ બાજુ બાલકૃષ્ણલાલને ખબર પડી કે-શંકરજી આવ્યા છે –પણ મા બહાર કાઢતી નથી.....બહાર નીકળવા માટે ટે જોરથી રડવા લાગ્યા. હજાર વાનાં કર્યા છતાં લાલો શાંત થતો નથી.રડતાં રડતાં કનૈયો હાથ ઉંચા કરીને બતાવે છે-કે મારે બહાર જવું છે,પણ મા,બહાર લઈ જતી નથી.ગોપીઓ દોડતી દોડતી આવી છે,ત્રણ ચાર દિવસમાં તો બિલકુલ રડ્યો નથી,પણ આજે લાલાને થાય છે શું ?