Jun 17, 2020

ભાગવત રહસ્ય -૩૦૭

(૧) એક મહાત્મા કહે છે-કે-પૂતના છે સ્ત્રીનું ખોળિયું.સ્ત્રી એ લક્ષ્મીનું સ્વરૂપ છે.સ્ત્રી અબળા છે,અવધ્ય છે.શાસ્ત્રમાં સ્ત્રીને મારવાની મનાઈ છે.લાલાજીને સ્ત્રીને મારતાં સંકોચ થાય છે,અને આંખો બંધ કરી છે.
(૨) બીજા મહાત્મા કહે છે-કે-મને આ કારણ યોગ્ય લાગતું નથી,પૂતના સ્ત્રી છે-પણ તે અનેક બાળકોના વધ કરીને આવી છે.અનેકનું ભલું થતું હોય તો એકને મારવામાં શું વાંધો હોય ? પછી તે સ્ત્રી હોય કે પુરુષ.મને કારણ બીજું લાગે છે.

Jun 16, 2020

ભાગવત રહસ્ય -૩૦૬

જેના હૈયામાં ઝેર છે (મન મેલું છે) અને શરીર (તન) સુંદર છે-તે પૂતના.
પૂતના બહારથી સુંદર લાગે છે-પણ અંદરથી મેલી છે.
પૂતના નું રૂપ-શણગાર જોઈ સર્વ લોકો ભાન ભૂલ્યા છે, તેને કોઈ અટકાવતું નથી.
સૌન્દર્ય મોહ થયા પછી વિવેક વહી જાય છે.શંકરાચાર્ય-“શત-શ્લોકીમાં કહે છે-કે-
“લોકો ચામડીની મીમાંસા કરે છે-પણ કોઈ આત્માની મીમાંસા કરતુ નથી.” 
બહારની આંખોને ચર્મચક્ષુ કહે છે અને અંદરની આંખ ને જ્ઞાનચક્ષુ કહે છે.જ્ઞાનચક્ષુ ખુલે અને તે વડે જોવાય તો- વિવેકની જાગૃતિ થાય છે.પછી સૌન્દર્ય મોહ થતો નથી.

Jun 15, 2020

ભાગવત રહસ્ય -૩૦૫

પૂતના રાક્ષસી છે.પણ સ્વરૂપને બદલી ને આવી છે.સુંદર દાગીના પહેર્યા છે ને હાથમાં કમળ છે.તેમ વાસના બહારથી રળિયામણી લાગે છે,પણ અંદરથી તો તે રાક્ષસી છે.
પૂતના ત્રણ વર્ષના બાળકને મારે છે,ચાર કે ચારથી વધુ ઉમરના બાળકોને મારતી નથી. કેમ ??તો-તેની પાછળના જુદા જુદા તર્કો બતાવ્યા છે.