Sep 1, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-12-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-12

ભાગવત રહસ્ય -૩૭૮

હું પુરુષ છું-હું સ્ત્રી છું-એવો દેહાધ્યાસ જ્યાં સુધી યાદ આવે ત્યાં સુધી શુદ્ધ ગોપીભાવ જાગતો નથી.સ્ત્રીત્વ અને પુરુષત્વનું સ્મરણ જ્યાં સુધી બુદ્ધિમાં છે ત્યાં સુધી “કામ” દેહમાં રહેલો છે.જયારે પરમાત્મા શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં તેમનામાં તન્મયતા થાય,અને દેહનું ભાન ના રહે (સ્ત્રીત્વ-પુરુષત્વ નું સ્મરણ ના રહે) ત્યારે શુદ્ધ ગોપીભાવ ની પ્રાપ્તિ થાય છે.તે પછી રાસ લીલામાં પ્રવેશ મળે છે.દેહાધ્યાસ (હું સ્ત્રી છું-હું પુરુષ છું) ની વિસ્મૃતિ થાય (ભૂલાઈ જાય)-તો બેડો પાર છે.