Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Sep 15, 2020
ભાગવત રહસ્ય -૩૯૨
વ્રજ ની કેટલીક કુમારિકાઓ (કુમારિકા ગોપીઓ) ગૌરીવ્રત કરે છે.પાંચ વર્ષની કન્યાને કુમારિકા કહે છે.ગોપી માટે અહીં કુમારિકા શબ્દ વાપર્યો છે.સારો પતિ મળે તે માટે આ કુમારિકાઓ ગૌરીવ્રત કરે છે.કુમારિકાઓ યમુના કિનારે આવે,રેતીમાંથી પાર્વતી ની મૂર્તિ બનાવે અને પાર્વતીમાની આરાધના કરે.જરા વિચાર કરવામાં આવે તો-સમજાશે કે-પાંચ વર્ષ ની કન્યા ને ખબર શું હોય ?- કે- પતિ એટલે શું ? અને લગ્ન એટલે શું ? પણ આ ઋષિરૂપા કુમારિકા-ગોપીઓ કામનો નાશ કરવા કાત્યાયની (પાર્વતી) દેવીની આરાધના કરે છે.
Subscribe to:
Comments (Atom)
