પ્રેમનો આરંભ દ્વૈતથી થાય છે પણ સમાપ્તિ થાય છે અદ્વૈતમાં.
આરંભમાં પ્રેયસી અને પ્રિયતમ જુદાં હોય છે,પણ જયારે પ્રેમ અતિશય વધે છે ત્યારે તે અલગ
રહી શકતા નથી.રાસલીલામાં પણ અતિશય શુદ્ધ પ્રેમ,શુદ્ધ પ્રેમની પરાકાષ્ઠા છે. અદ્વૈત
થયું છે.કૃષ્ણ-ગોપી
અલગ નથી પણ એક થયા છે.
