Sep 30, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-30-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-30



ભાગવત રહસ્ય -૪૦૫

છેવટે પરમાત્માની હાર અને ગોપીઓની જીત થઇ છે.હવે રાસલીલા નો પ્રારંભ થાય છે.
પ્રભુએ અનેક સ્વરૂપો ધારણ કર્યા,જેટલી ગોપીઓ તેટલા શ્રીકૃષ્ણ.વચ્ચે રાધા-માધવ અને તેને ઘેરીને અષ્ટ-સખીઓ ઉભી છે.અને તેને ઘેરીને બીજી ગોપીઓ ઉભી છે.પ્રત્યેક ગોપી પાસે એક એક સ્વરૂપે શ્રીકૃષ્ણ ઉભા છે અને રાસનો પ્રારંભ કર્યો છે.હજારો જન્મથી વિખુટો પડેલો જીવ પ્રભુની સન્મુખ આવ્યો.જીવ અને ઈશ્વર એક બન્યાં છે.
અંશ (જીવ),અંશી (ઈશ્વર) ને મળ્યો છે.અંશ,અંશી સાથે એકરૂપ થયો છે.

Sep 29, 2020

ભાગવત રહસ્ય -૪૦૪

ગોપીઓ કહે છે કે-આપે અમને પતિવ્રતાનો ધર્મ સમજાવ્યો અને સર્વમાં અને પતિમાં “ઈશ્વર ની ભાવના” રાખીને સેવા કરવાની જે આજ્ઞા કરી તે અમારે માથે છે.તેમ છતાં.ઈશ્વરની ભાવના ઈશ્વરના વિયોગમાં (ઈશ્વર જ્યાં સુધી મળ્યા ના હોય ત્યાં સુધી) કરવાની હોય,પણ જયારે ઈશ્વરનો સંયોગ (પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન થાય) થાય તો -હવે તમને છોડીને અન્યમાં શા માટે “ભાવના” કરવી પડે ? જ્યાં સુધી તમારાં દર્શન થતાં નહોતાં ત્યાં સુધી અમારા પતિમાં અમે તમારી ભાવના કરતાં હતાં,પણ આજે તો તમારાં પ્રત્યક્ષ દર્શન થયાં છે.તો શું હવે ભાવના આવશ્યક છે ?