વૈકુંઠમાં નારાયણ આંખ બંધ કરીને આરામ કરે છે,શયન કરે છે.ત્યાં માખણચોરીની લીલા થતી નથી,વૈકુંઠમાં નારાયણ કોઈને ત્યાં માખણ આરોગવા જતા નથી,પણ,વ્રજમાં તો કનૈયો ગોપીઓના ઘેર માખણ આરોગવા જાય છે,અને માખણચોરીની લીલા પણ કરે
છે.વૈકુંઠમાં નારાયણ કોઈ સાથે રમતા નથી,પણ વ્રજમાં તો બાળકો સાથે રમે છે.
વૈકુંઠમાં
ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાની દેવો અને ઋષિઓ ને પણ હિંમત થતી નથી,
તેઓ
માત્ર પાદુકાનો સ્પર્શ કરે છે,ત્યારે વ્રજ
માં તો કનૈયો,ગોપીઓ ની પાછળ પાછળ ચાલીને વગર બોલાવ્યે તેમના ઘેર પણ જાય છે.