જે
ક્રૂર છે તે શ્રીકૃષ્ણ ને લાવી શકે નહિ,જેનું મન અક્રૂર હોય તે ભગવાનને ઘેર લઇ
આવે.
કંસે
અક્રૂરને કહ્યું કે-કાકા,મારું એક ખાસ કામ કરવાનું છે. નારદજીએ કહ્યું છે કે
દેવકીનો આઠમો પુત્ર શ્રીકૃષ્ણ
એ મારો કાળ છે.વસુદેવે દગો કર્યો છે,અને દેવકીના તે આઠમા પુત્રને ગોકુળમાં મૂકી
આવ્યા છે.હું
પણ દગો કરીને શ્રીકૃષ્ણને મારી નાખીશ.મેં આ તો યજ્ઞનું એક બહાનું કર્યું છે,મારા
કાળને મારવા માટે મેં પણ ષડયંત્ર રચ્યું છે,જ્યાં સુધી મારો કાળ જીવે છે,ત્યાં
સુધી મને સુખ નથી.


