અક્રૂરજી ભગવાન સાથે સંબંધ જોડે છે.”શ્રીકૃષ્ણ ના પિતા
વસુદેવનો હું પિતરાઈ ભાઈ છું.” મહાત્માઓ
કહે છે કે-ઈશ્વર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડો.
પરમાત્મા સાથે સંબંધ જોડ્યો હશે,તો
તેમના પર પ્રેમ થશે.
ભગવાનને પિતા માનો,સખા માનો,સ્વામી માનો,પુત્ર માનો-પણ
કંઈક
ને કંઈક સંબંધ જોડો.સંબંધ જોડવાથી તે પોતાના લાગશે.

