Oct 25, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-48-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-48


ભાગવત રહસ્ય -૪૨૬

પરમાત્માની આંખો સદા-સર્વદા પ્રેમથી ભીની છે.કનૈયાની નજર અક્રૂરજી પર પડી છે. “આ જીવ મારે શરણે આવ્યો છે.હવે આને ખાત્રી થઇ છે કે,આ સંસારમાં સાર નથી.સંસારમાં સ્વાર્થ અને કપટ સિવાય કશું નથી” અક્રૂરજીની ઈચ્છા હતી કે પરમાત્માની નજર મારા પર પડે અને મારા માથે હાથ પધરાવે.પ્રભુએ તેમની ઈચ્છા પૂર્ણ કરી છે,અને અક્રૂરના માથે હાથ પધરાવ્યો છે.અને કહે છે-ઉઠો,ઉઠો.