યશોદાજીને થોડો આનંદ થયો છે કે-આજે લાલો તેમને સમજાવે છે.મા એ લાલાને છાતી સરસો ચાંપ્યો છે. યશોદા કહે છે કે-બેટા, મને કંઈ થતું નથી પણ આવતી કાલે તું મથુરા જવાનો છે,તેથી મને રડવું આવે છે.બેટા,મને છોડીને તું જઈશ નહિ,તારો વિયોગ મારાથી સહન થશે
નહિ.મને બીજું કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી,પણ બસ મારી એક જ ઈચ્છા છે કે-
મારા લાલા ને હું આખો દિવસ આનંદમાં નિહાળું,મારો કનૈયો મારી આંખથી દૂર ના જાય.
તારા આધારે મારું જીવન છે,મને છોડીને તું મથુરા જઈશ નહિ.

