કનૈયાના વિદાય પ્રસંગે અત્યાર સુધી ધીરજ રાખીને ઉભેલાં યશોદાજીનું ધૈર્ય હવે રહ્યું નથી.યશોદામા નો લાડીલો લાલો આજે ગોકુળ છોડીને જાય છે.”મારો લાલો હવે જાય છે!!!”મા ને લોક-લજ્જાનું ભાન રહ્યું નથી.યશોદા મા પ્રેમમાં પાગલ થયા છે.
રથની પાછળ પાછળ રડતાં રડતાં દોડે છે. પ્રભુએ જોયુ કે મારી મા પાછળ દોડતી આવે છે,તેમણે અક્રૂર ને રથ ઉભો રાખવા કહ્યું. રથ અટક્યો છે.

