શ્રીકૃષ્ણના વિરહ માં નંદબાબા પાગલ બન્યા છે.એક એક વાત સંભાળી-સંભાળીને ઉદ્ધવને કહે છે-આ
જમુના છે,જેમાં કનૈયો જલક્રીડા કરતો હતો,આ તે જ ગિરિરાજ છે,
જે તેણે એક આંગળી પર
ઉઠાવી લીધેલો,આ તે જ વન-પ્રદેશ છે જ્યાં કનૈયો ગાયોને ચરાવતો મિત્રો સાથે અનેક
પ્રકારની રમતો રમતો,અને વાંસળી વગાડતો.આ બધું જોઈને મારું મન કૃષ્ણ-મય થઇ જાય છે.મને
એવો ભાસ થાય છે કે મારો કનૈયો મથુરા ગયો જ નથી.


