શુકદેવજી
કહે છે-કે રાજા,શ્રવણ કરો.મહારાજ
ભીષ્મક વિદર્ભ દેશના રાજા છે.તેને પાંચ પુત્રો અને એક કન્યા છે,મોટા
પુત્રનું નામ –રુક્મિ અને કન્યા નું નામ –રુક્મિણી છે.
રુક્મિણી
સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર છે.ભીષ્મક રાજાની એવી ઈચ્છા હતી કે મારી કન્યાનું
લગ્ન હું
શ્રીકૃષ્ણ સાથે કરીશ.પણ પુત્ર રુક્મિએ વિરોધ કર્યો અને કહ્યું કે મારી બહેન હું
ગોપાળને નહિ આપું,પણ તેનું
લગ્ન હું શિશુપાળની સાથે કરાવીશ.

