Dec 1, 2020
ભાગવત રહસ્ય -૪૬૩
ગીતામાં
પણ મુખ્ય ”અનાશક્તિ” નો બોધ આપેલો છે.પણ
અનેક લોકો પોતપોતાની રીતે જુદુંજુદું કહે છે.કેટલાક તેને કર્મપ્રધાન,તો કેટલાક
ભક્તિપ્રધાન તો કેટલાક
તેને જ્ઞાનપ્રધાન કહે છે. પણ,વાસ્તવમાં,ગીતામાં
ત્રણેય (કર્મ-ભક્તિ અને જ્ઞાન) પ્રધાન છે.
શંકરાચાર્યજી
એ કહ્યું છે કે-ચિત્ત (મન) ની એકાગ્રતા માટે કર્મ (ઉપાસના-યોગ) આવશ્યક છે,કર્મ
કરો અને તે જો ભક્તિપૂર્વક કરો (હું અને મારો ઈશ્વર=દ્વૈત=ભક્તિ) તો ચિત્ત જલ્દી
એકાગ્ર થાય છે.ઈશ્વર
માં ચિત્ત એકાગ્ર થાય એટલે જ્ઞાન મળવાનું જ.
જ્ઞાન
એ પરમાત્મા નો અનુભવ સિદ્ધ કરી આપે છે.આત્મા-પરમાત્માની એકતા સિદ્ધ કરી આપે છે.
Subscribe to:
Posts (Atom)