ચિત્રલેખાએ
પોતાની યોગ-વિદ્યાના બળથી,પલંગ સાથે અનિરુદ્ધને ઉઠાવ્યો છે.અને આકાશ માર્ગે તે
જવા લાગી.
અહીં સુદર્શન અને નારદજી વાતો કરે છે ત્યાં ઉપરથી પુષ્પ ની માળા પડી,સુદર્શને ઉપર
જોયું,તો
તેને વિમાન જેવું દેખાયું.તે નારદજી ને પૂછે છે કે-મહારાજ,મહેલમાં કાંઇ ચોરી તો
નથી થઈને ? સવાર
પડ્યું,જુએ તો અનિરુદ્ધ ના મળે.
સર્વને આ વાતની જાણ થઇ.શ્રીકૃષ્ણે સુદર્શનને
પૂછ્યું-કે-રાતે
શું કરતો હતો ? સુદર્શને કહ્યું કે-નારદજી જોડે સત્સંગ કરતો હતો.ભગવાને તેને ઠપકો
આપ્યો.“તારી
નોકરી છોડી સત્સંગ કરવાની તારે શી જરૂર હતી ?”