Dec 9, 2020

ભાગવત રહસ્ય -૪૭૧

દ્વારપાળ મહેલની અંદર ગયો  અને શ્રીકૃષ્ણને વંદન કરીને બોલ્યો કે-માલિક,બહાર એક બ્રાહ્મણ આવ્યો છે,ફાટેલી પોતડી પહેરી છે,શરીરના હાડકાં દેખાય છે,શરીર અત્યંત દુર્બળ છે,આંખો ઊંડી ઉતરી ગઈ છે,પણ મુખ પર દિવ્ય તેજ છે.અમે તેમનું સન્માન કરીએ તો તે કાંઇ લેતો નથી,અને કહે છે કે-હું માગવા નહિ પણ મળવા આવ્યો છું.મારે માલિકના દર્શન કરવાં છે,હું માલિકનો મિત્ર છું,મારું નામ સુદામા છે.