રુક્મિણી
(લક્ષ્મીજી) જોડે ઉભાં છે તે કહે છે કે-નાથ,આ ગરીબ બ્રાહ્મણ તમને શું આપશે?તમારે
તેને કંઈક આપવું
જોઈએ.તમે આજ્ઞા કરો તો તમારા મિત્રને ઘેર ઘણું મોકલું.કૃષ્ણ
કહે છે કે-મારે તેને કંઈ આપવું નથી,મારે તો મિત્રનું ખાવું છે,મને ભૂખ લાગી છે.લક્ષ્મીજી(રુક્મિણી)
કહે છે કે –આ ગરીબ બ્રાહ્મણ તેની પાસે કંઈક હશે તો આપે ને?
Dec 11, 2020
Dec 10, 2020
ભાગવત રહસ્ય -૪૭૨
સુદામા
તપસ્વી બ્રાહ્મણ હતા.આખો દિવસ જપ કરતા,એટલે પગમાં જોડા પહેરતા નહિ.તેથી
પગમાં અનેક કાંટાઓ વાગેલા હતા.પ્રભુ
પોતાના અશ્રુજળથી સુદામાના પગ પખાળે છે ને સાથોસાથ સુદામાના પગના કાંટા પણ કાઢે
છે!!!!એક
કાંટો જરા વધારે ઊંડો પેસી ગયેલો,એ
કાંટો છે સુદામા ના પગમાં પણ ખૂંચે છે,શ્રીકૃષ્ણ ના હૃદયમાં.......
ભગવાને
રુક્મિણીને કહ્યું કે –દેવી કાંટો કાઢવા સોય લાવો. રુક્મિણી સોય લેવા ગયાં.રુક્મિણીને સોય લઇ આવતાં વિલંબ થયો તે માલિકથી સહન થતું નથી,તેમનાથી રહેવાયું નહિ અને સુદામા
ચરણને પોતાના બે હાથથી પકડી પોતાના દાંતો વડે કાંટાને કાઢવા લાગ્યા!!!!
Subscribe to:
Posts (Atom)