શ્રીકૃષ્ણ
સુદામાને વળાવવા જાય છે.વિદાયવેળાએ સુદામાને કહે છે કે-'મિત્ર,તું
બીજી વખતે આવે ત્યારે એકલો ના આવતો,ભાભીને પણ લાવજે,ઘેર જઈ ભાભીને મારા પ્રણામ
કહેજે.' આખું
જગત જેને વંદન કરે છે તે એક ગરીબ બ્રાહ્મણની પત્નીને પ્રણામ કરે છે.
'મારી
મા યશોદા ગોકુળમાં હતો ત્યારે જેવા પૌંઆ આપતી હતી તેવી ભેટ મને ભાભીએ આપી છે'


