તેમાં
યક્ષે યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછેલો કે –“આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય શું
છે?”
ત્યારે
યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે-કે-
'અહ્ન્યાનિ
ભૂતાની ગચ્છન્તિ યમમંદિરમ,શેષા સ્થિરત્વમિચ્છન્ત્તી કિમાસ્ચર્યમતઃપરમ'.
(દરરોજ
સેંકડો જીવો યમરાજને ઘેર જઈ રહ્યા છે,તે જોવા છતાં (તો પણ) બીજા બાકી રહી ગયેલા
લોકો તો,એમ જ માને છે કે પોતે મરવાના જ નથી.અને એમ માની દુનિયામાં મનસ્વી રીતે રહે
છે.આથી
મોટું બીજું શું આશ્ચર્ય હોઈ શકે?)