ભગવાન
શ્રીકૃષ્ણે હવે ઉદ્ધવને ટૂંકાણમાં જ્ઞાનનો ઉપદેશ કરે છે.(મહાત્માઓ તેને "ઉદ્ધવ-ગીતા" પણ કહે છે) સાંદીપની
ગુરૂ એ જે દક્ષિણા માગેલી –કે “જ્ઞાન કોઈ યોગ્ય વ્યક્તિ ને આપી આગળ વધારજે” આજે
તેમણે તે આજ્ઞા પુરી કરીને સ્વધામ જતાં પહેલાં જ્ઞાન ઉદ્ધવને આપી ને ગયા છે.શ્રીકૃષ્ણ
કહે છે કે-ઉદ્ધવ,આ બધો માયાનો ખેલ છે.
ભ્રમ છે,સંસાર અસત્ય છે અને માત્ર આત્મા જ
સત્ય છે.

