Dec 23, 2020

ભાગવત રહસ્ય -૪૮૪-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

દત્તાત્રેય તેમના ગુરુઓ વિષે આગળ કહે છે.કે-
(૧૩) હાથી-પાસેથી સ્પર્શ-સુખ (વિષય)ની લાલચ થી પોતાનો કેવી રીતે નાશ થાય છે તેનો બોધ.હાથીને પકડનારા એક મોટો ખાડો ખોદીને તે ખાડો ડાળી-પાંદડાં વડે ઢાંકે છે ને ઉપર એક સજીવ લાગે તેવી લાકડાની હાથણી રાખે છે.હાથી આ લાકડાની હાથણીને સાચી સમજી તેને સ્પર્શ કરવા આવે છે અને ખાડામાં પડે છે.અને પકડાઈ જાય છે.આથી જ -શાસ્ત્રોમાં સાધક-કે સંન્યાસીએ લાકડાની બનાવેલી સ્ત્રીની પૂતળીને પગથી પણ સ્પર્શ ના કરવો તેવી આજ્ઞા આપી છે.

Dec 22, 2020

ભાગવત રહસ્ય -૪૮૩-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

યદુરાજાના પ્રશ્નનો જવાબ આપતાં દત્તાત્રેય કહે છે કે-રાજન,આનંદ બહાર નથી,આનંદ કોઈ વિષયોમાં નથી,પણ આનંદ અંદર છે. હું “હું” પણાને ભૂલી ગયો છું.જગતના વિષયો માંથી દૃષ્ટિ હટાવીને મેં દૃષ્ટિને અંતર્મુખ કરી છે. હું મારા સ્વ-રૂપમાં સ્થિત છું.પ્રારબ્ધ અનુસાર જે મળે તેમાં આનંદ માનુ છું.મેં મારી દૃષ્ટિને ગુણમયી બનાવી છે,હું સર્વના ગુણ જોઉં છું.