Dec 31, 2020

ભાગવત રહસ્ય -૪૯૨

શુકદેવજી છેવટે રાજાને અંતિમ ઉપદેશ આપતાં કહે છે કે-હે,રાજન જન્મ અને મરણ એ શરીરના ધર્મ છે.આત્માના નથી.આત્મા અજર અમર છે.ઘડો ફૂટી જતાં તેના અંદર રહેલું ઘટાકાશ,બહારના વ્યાપક મહાકાશ સાથે મળી જાય છે.તેમ મરણ પામતાં જીવ બ્રહ્મરૂપ થાય છે.રાજા આજે છેલ્લો દિવસ છે,તક્ષક નાગને આવવાનો સમય થયો છે.તારા શરીરને તક્ષક કરડશે,તે તારા શરીર ને બાળી શકશે પણ તારા આત્માને બાળી શકશે નહિ.તું શરીરથી જુદો છે.

Dec 30, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-1


ભાગવત રહસ્ય -૪૯૧ (સ્કંધ-૧૨)

આગળનો સ્કંધ -૧૧ એ શ્રીકૃષ્ણ નું જ્ઞાન-સ્વ-રૂપ છે અને આ સ્કંધ-૧૨ એ પ્રેમ-સ્વ-રૂપ છે.જ્ઞાન અને પ્રેમ ,અંતે તો એક જ છે.જેને પરમાત્માનું જ્ઞાન થાય છે તે જ પરમાત્માને પ્રેમ કરી શકે છે.અને તેવી જ રીતે-જેને પરમાત્મા સાથે પ્રેમ થાય છે તેને જ પરમાત્માનું જ્ઞાન મળી શકે છે.જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે-તે પરમાત્માના ચરણમાં-આશ્રયમાં રહે છે,મુક્ત બને છે.સ્કંધ-૧૧ માં મુક્તિ-લીલા છે.મુક્ત જીવો પરમાત્માના આશ્રયમાં રહે છે.એટલે બારમા સ્કંધમાં –આશ્રય-લીલા છે.