Feb 1, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-21-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-21


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૯

જેવી રીતે ધુમાડા અને રાખથી અગ્નિ ઢંકાયેલો હોય છે,
જેવી રીતે મેલથી અરીસો ઢંકાયેલો હોય છે, અને જેવી રીતે ઓરથી ગર્ભ વીંટાયેલો હોય છે,
તેવી રીતે “શુદ્ધ જ્ઞાન” –“કામ” થી ઢંકાયેલું હોય છે..(૩૮)
જ્ઞાન –એ પોતે શુદ્ધ છે,પણ તેના પર મહા બળવાન થઇ બેઠેલા -કામ-ક્રોધનું  આવરણ થાય છે,અને તે ઢંકાઈ જાય છે.માટે સહુ પ્રથમ કામ અને ક્રોધને જીત્યા પછી જ મુમુક્ષુએ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.