Feb 12, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-11-Adhyaya-24-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-11-અધ્યાય-24


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૯

સાંખ્યયોગ (જ્ઞાનયોગ)માં-કર્મનો સવિવેક(વિવેકથી) સંન્યાસ (ત્યાગ) બતાવ્યો છે-અને 
કર્મયોગમાં –કર્મનું વિધિપૂર્વક આચરણ કરી (અનાસક્તિથી)–કર્મનો સંન્યાસ (ત્યાગ) બતાવ્યો છે.
જેમ સૂર્ય પ્રકાશ –ભિન્ન ભિન્ન હોઈ શકતો નથી, તે જ રીતે,
જે મનુષ્યે,આત્મ-જ્ઞાનથી –--આત્મ-સ્વ-રૂપને જાણ્યું છે.
તેને જ સાચી રીતે સમજાય છે-કે- આ બંને યોગ –જ્ઞાનયોગ અને કર્મયોગ-એક જ છે (૪)