સાધારણ નિયમ એવો છે
કે-અંતસમયે (મરણ સમયે) અંતઃકરણમાં જેનું સ્મરણ થાય છે, અથવા મનમાં વાસનાઓ રહી
જાય છે-તો-જ- તેનો બીજો જન્મ થાય છે.એટલે-કે-
જે
મનુષ્યો-મનમાં જે જે ભાવ લાવીને –શરીરને છોડે છે-(મૃત્યુ પામે છે) –
તે તેમના બીજા જન્મમાં
-આગળના જન્મમાં મરતી
વખતે મનમાં જે ભાવ હતા –
તેવા ભાવ સાથે જ
તે જન્મ લે છે.(૬)