સંસ્કૃત શબ્દ- અશ્વત્થ-નો અર્થ થાય છે-“જે એક
ક્ષણ માત્ર પણ એક સમાન નથી”
જે પ્રમાણે વ્યાકુળ મનુષ્યનું મન સ્થિર રહેતું
નથી હોતું અને ક્ષણે ક્ષણે નવા વિચારો કરે
છે-
તેવી જ આ સંસારરૂપી વૃક્ષની સ્થિતિ છે.
પ્રત્યેક ક્ષણે –તે સંસાર-રૂપી વૃક્ષનો નાશ થતો
હોવાથી,તેને- અશ્વત્થ- કહેવામાં આવે છે.