May 18, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-2-Adhyaya-10-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-2-અધ્યાય-10-&-Skandh-2-Tunk Saar


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-2-Adhyaya-9-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-2-અધ્યાય-9


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૦

જ્યાં સુધી કોઈ પણ મનુષ્યને આત્માનું  (પરમાત્માનું) જ્ઞાન થયું નથી ત્યાં સુધી તે 
–એક ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી.પ્રકૃતિ (માયા) ની શક્તિથી તેના ગુણો(સત્વ.રજસ,તમસ) ને લીધે જુદા જુદા “સ્વ-કર્મો” બન્યા અને તે –
“સ્વ-કર્મો” નું પાલન કરવાને લીધે “સ્વ-ધર્મ” બન્યા.(અહીં “સ્વ” શબ્દ બહુ મહત્વનો છે)
(નાના બાળકને માતા સિવાય કોઈ બીજાનો આધાર નથી,એટલે બાળકનું પાલન કરવું એ માતાનું “સ્વ-કર્મ” છે અને તે જ તેનો “સ્વ-ધર્મ” છે.બાળક મોટો થાય અને તે વખતે વૃદ્ધ માતાની સેવા કરવી તે તેનું “સ્વ-કર્મ” અને “સ્વ-ધર્મ” છે)