Jul 5, 2021

Gujarati-Ramayan-Rahasya-06-ગુજરાતી-રામાયણ-રહસ્ય-06

પાપ-પુણ્યને પ્રાણીઓ સમજી શકતા નથી. વાઘ-વરુ વગેરે જંગલી પ્રાણીઓ શિકાર કરીને જ જીવી શકે છે, તે તેમનો ધર્મ છે,માનવીનો ધર્મ હિંસાનો નહિ પણ અહિંસાનો છે.
બીજા જીવને દુઃખી કરી કે મારીને પોતે સુખી થવાનો વિચાર ખોટો છે.
રાવણ રાક્ષસ-કુળનો નહોતો,તે બ્રાહ્મણ-કુળમાં પેદા થયો હતો.બ્રાહ્મણ-કુળના સંસ્કાર બીજાને સુખી કરવાના છે, રાક્ષસ કુળના સંસ્કાર બીજાને દુઃખી કરવાના છે.
રાવણે બ્રાહ્મણના સંસ્કાર છોડ્યા તેથી તે રાક્ષસ ગણાયો.