ગોપીઓ શ્રીકૃષ્ણની લીલાઓનું ચિંતન કરીને પોતાનામાં જ પરમાત્માનો અનુભવ કરે છે, અને “ હું જ કૃષ્ણ છું” એમ કહે છે.જ્ઞાની ઉદ્ધવ જયારે ગોપીઓને આશ્વાસન આપવા મથુરાથી ગોકુલ જાય છે,ત્યારે ગોપીઓ કહે છે કે-વિરહ છે જ ક્યાં ?કૃષ્ણ મથુરા ગયા જ નથી તે તો અમારા અંતરમાં જ કાયમ માટે વિરાજમાન છે. ગોપીઓને ઉઘાડી આંખે સમાધિ છે.સર્વ જગત તેમના માટે કૃષ્ણમય બન્યું છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jul 6, 2021
Jul 5, 2021
Gujarati-Ramayan-Rahasya-06-ગુજરાતી-રામાયણ-રહસ્ય-06
પાપ-પુણ્યને પ્રાણીઓ સમજી શકતા નથી. વાઘ-વરુ વગેરે જંગલી પ્રાણીઓ શિકાર કરીને જ જીવી શકે છે, તે તેમનો ધર્મ છે,માનવીનો ધર્મ હિંસાનો નહિ પણ અહિંસાનો છે.
બીજા જીવને દુઃખી કરી કે મારીને પોતે સુખી થવાનો વિચાર ખોટો છે.રાવણ રાક્ષસ-કુળનો નહોતો,તે બ્રાહ્મણ-કુળમાં પેદા થયો હતો.બ્રાહ્મણ-કુળના સંસ્કાર બીજાને સુખી કરવાના છે, રાક્ષસ કુળના સંસ્કાર બીજાને દુઃખી કરવાના છે.
રાવણે બ્રાહ્મણના સંસ્કાર છોડ્યા તેથી તે રાક્ષસ ગણાયો.
Subscribe to:
Comments (Atom)
