Jul 7, 2021

Gujarati-Ramayan-Rahasya-08-ગુજરાતી-રામાયણ-રહસ્ય-08

દુનિયાના સાધારણ વ્યવહારમાં સુખ-સમૃદ્ધિ (ધન-મકાન વગેરે) મળે,તેના માટે ભક્તિ કરવી –એ ભક્તિનો હેતુ ન હોવો જોઈએ.કારણ કે આવા દુન્યવી સુખો ક્ષણિક (નાશવંત) છે,આવે છે ને જાય છે.પણ ભક્તિનું ફળ અ-મૃત (ના મરે તેવો-નિત્ય-) આનંદ છે.તે આનંદ ક્ષણિક નથી.

મનુષ્ય ધન મેળવવા દુઃખો વેઠીને જેટલો પ્રયત્ન કરે છે, એટલો પ્રયત્ન જો,પ્રભુ પ્રાપ્તિ માટે કરવામાં આવે તો તેનો બેડો પાર થઇ જાય.પરમાત્માને “મન” આપવાનું છે,ધન (લક્ષ્મી) નહિ.પરમાત્મા ધનથી મળતા નથી.પ્રભુને ધનની જરૂર નથી, લક્ષ્મીના પતિને ધનની શું જરૂર?

Jul 6, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-6-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-6


Gujarati-Ramayan-Rahasya-07-ગુજરાતી-રામાયણ-રહસ્ય-07

ગોપીઓ શ્રીકૃષ્ણની લીલાઓનું ચિંતન કરીને પોતાનામાં જ પરમાત્માનો અનુભવ કરે છે, અને “ હું જ કૃષ્ણ છું” એમ કહે છે.જ્ઞાની ઉદ્ધવ જયારે ગોપીઓને આશ્વાસન આપવા મથુરાથી ગોકુલ જાય છે,ત્યારે ગોપીઓ કહે છે કે-વિરહ છે જ ક્યાં ?કૃષ્ણ મથુરા ગયા જ નથી તે તો અમારા અંતરમાં જ કાયમ માટે વિરાજમાન છે. ગોપીઓને ઉઘાડી આંખે સમાધિ છે.સર્વ જગત તેમના માટે કૃષ્ણમય બન્યું છે.