રામજીએ પૃથ્વી પર પ્રગટ થઇને મનુષ્યોને મર્યાદાઓનું દર્શન કરાવ્યું છે.
મનુષ્ય ગમે તે સંપ્રદાયમાં માનતો હોય કે,કોઈ પણ દેવ –દેવી કે ભગવાનમાં માનતો હોય,પણ રામજીના જેવી મર્યાદાનું પાલન,કે રામજીના જેવું વર્તન ના રાખે ત્યાં સુધી,ભક્તિ સફળ થતી નથી,ભક્તિનો આનંદ મળતો નથી.બાકી તો મનુષ્ય ને થોડી સંપત્તિ,યશ, અધિકાર મળે એટલે મર્યાદા ભૂલી જાય છે.રામજીનું ચરિત્ર એવું પવિત્ર છે કે તેમના “નામ”નું સ્મરણ કરતાં મનુષ્ય પવિત્ર થઇ જાય છે.વર્તન રાવણ જેવું નહિ પણ રામજીના જેવું રાખવામાં આવે,અને રામ-નામનો જપ કરવામાં આવે તો,તાળવામાંથી અમૃત ઝરે છે.