Sep 15, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-6-Adhyaya-3-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-6-અધ્યાય-3


Gujarati-Ramayan-Rahasya-74-ગુજરાતી-રામાયણ-રહસ્ય-74

દશરથ રાજાને રામ પર અપાર પ્રેમ હતો.તેમના પ્રાણ –રામમય હતા.રામનું નામ લેતા તેમના ચિત્તમાં આનંદની લહરીઓ ઉઠતી.અત્યારે રાજાને ઈચ્છા થઇ છે કે-મારો રામ રાજા થાય ને તેમનો રાજ્યાભિષેક મારી આંખોની સમક્ષ થાય એવી મારી ઈચ્છા પ્રભુ જરૂર પુરી કરશે.અત્યાર સુધીમાં પ્રભુએ મારી બધી ઇચ્છાઓ પુરી કરી છે તો આ પણ જરૂર પુરી થશે.ધોળા વાળના દર્શનથી રાજાને આ ઈચ્છા પેદા થઇ અને પેદા થતાં જ તે એવી જોરદાર બની ગઈ કે-જો તે ઈચ્છા જો તાત્કાલિક પુરી ના થાય તો પોતાનો એક મહાન મનોરથ સિદ્ધ થયા વિનાનો રહી જશે –એવું દશરથ રાજાને લાગવા માંડ્યું.