Oct 1, 2021

Gujarati-Ramayan-Rahasya-89-ગુજરાતી-રામાયણ-રહસ્ય-89

કૈકેયીએ જયારે રામજીને વનવાસ આપ્યો ત્યારે કૌશલ્યા માને અપાર દુઃખ થયું હતું,
તે વખતે તેમને આશ્વાસન આપતાં રામજી કહે છે કે-“આ બધું મારા કર્મો નું ફળ છે,”
શ્રીરામ તો પરમાત્મા-બ્રહ્મ-સ્વરૂપ છે,તો તેમને વળી કર્મ શું અને કર્મફળ શું?ભોગવવાનું કે છૂટવાનું શું? તેમ છતાં રામજી, કૌશલ્યામા ને સમજાવે છે કે-પરશુરામ અવતારમાં મેં જે કર્યું તે રામાવતારમાં ભોગવવાનો વખત આવ્યો.પૂર્વ જન્મમાં કૈકેયી,એ રેણુકા હતી,કે જે રેણુકા જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માતા હતી.

Sep 30, 2021

Gujarati-Ramayan-Rahasya-88-ગુજરાતી-રામાયણ-રહસ્ય-88

લક્ષ્મણજી આગળ કહે છે કે-મનુષ્ય-જન્મની અંદર જે કંઇ ધર્મ,અર્થ અને કામ પ્રાપ્ત થાય છે તે,પણ પૂર્વજન્મમાં કરેલાં ધર્મ-કર્મનું જ ફળ છે.તે જ પ્રારબ્ધ (દૈવ) છે.અને તે ભોગવ્યા વિના કોઈ પણ ઉપાયે તેનો નાશ થઇ શકતો નથી.ભોગવાઈ જાય એટલે આપોઆપ આ પ્રારબ્ધ (દૈવ) પુરુ થાય છે.એકવાર રામજી આગળ હું પુરુષાર્થની બડાઈ કરતો હતો ત્યારે તેમણે જ મને કહ્યું હતું કે-જેને પુરુષાર્થ કહે છે તે –કાક તાલીય ન્યાય જેવું છે.