Dec 6, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-004


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૬

શ્રીરામ અગણિત ગુણોના ભંડાર છે. શ્રીરામના દિવ્ય સદગુણો જે જીવનમાં ઉતારી શકે એ જ રામના દરબારમાં પ્રવેશ પામી શકે છે.નહિ તો હનુમાનજી દ્વારે ગદા લઈને બેઠા જ છે ! હનુમાનજી હાથમાં ગદા રાખે છે તે તેમને કોઈની બીક લાગે છે તે માટે રાખતા નથી,પણ,પાપીને સજા કરવા માટે રાખે છે.જે બહુ ભણે છે ને વિદ્વાન બની જાય છે,તે તેના જ્ઞાનના અહંકારમાં ધર્મની મર્યાદા પાળતા નથી,અને ધર્મને અવગણે છે,એમને માટે હનુમાનજી હાથમાં ગદા રાખે છે.