Dec 12, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-042

 

અધ્યાય-૫૭-સર્પનામ કથન 


II शौनक उवाच II ते सर्पा:सर्पसत्रेSस्मिन् पतिता हव्यवाहने I तेषां नामानि सर्वेषां श्रौतुमिच्छामि सूतज II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,તે સર્પસત્રમાં જે સર્પો અગ્નિમાં પડ્યા હતા તે સર્વેનાં નામ હું સાંભળવા ઈચ્છું છું.


સૂતજી બોલ્યા-તે સર્પયત્રમાં,હજારો,લાખો અને દશ દશ કોટી સર્પો હોમાઈ ગયા હતા,તે ઘણા હોવાથી તેમની

સંખ્યા ગણી શકાય તેમ નથી,તો પણ અગ્નિમાં જે મુખ્ય મુખ્ય સર્પો હોમાયા હતા,તેમનાં નામ સાંભળો.

વાસુકિના કુળમાં જન્મેલા અને માતાના શાપથી પરતંત્ર થયેલા,દિન એવા સર્પોના નામ પ્રથમ કહું છું.(2-5)

Dec 11, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-041

 

અધ્યાય-૫૬-આસ્તીકને વરદાન 


II जनमेजय उवाच II वालोSप्ययं स्थविर इवावमापते नायं वालः स्थविरोSमतो मे I 

इच्छाम्यहं वरमस्मै प्रदातुं तन्मे विप्राः संविदध्वं यथावत  II १ II

જન્મેજય બોલ્યા-હે વિપ્રો,બાળક હોવા છતાં,આ તો વૃદ્ધની જેમ બોલે છે,મારા અભિપ્રાય મુજબ 

તે વૃદ્ધ જ છે.હું તેને વરદાન આપવા માગું છું,તમે વિચાર કરીને કહો.

સભાસદો બોલ્યા-બ્રાહ્મણ,બાળક હોય તો પણ તેનું સન્માન કરવું જોઈએ,વળી તે વિદ્વાન હોય તો 

તેને વિશેષ સન્માન ઘટે છે,તેથી તમારા તરફથી તેની સર્વ કામનાઓ પુરી થવા યોગ્ય જ છે.

પણ,તે પહેલાં,આપણે એવું કરો કે જેથી તક્ષક,ઝટ આવી પડે.(1-2)

Dec 10, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-040

અધ્યાય-૫૫-આસ્તીકે કરેલી રાજાની સ્તુતિ 


II आस्तिक उवाच II सोमस्य यज्ञो वरुणस्य यज्ञः प्रजापतेर्यज्ञ आसीत् प्रयागे I 

तथा यज्ञोSयं तव भारतग्र्य पारिक्षित स्वस्ति नोSस्तु प्रियेभ्य II १ II

આસ્તીક બોલ્યો-હે પરીક્ષિત પુત્ર,જન્મેજય,જેવો સોમનો યજ્ઞ થયો હતો,જેવો વરુણનો યજ્ઞ થયો હતો,

અને જેવો પ્રયાગમાં પ્રજાપતિનો યજ્ઞ થયો હતો,તેવો તારો આ યજ્ઞ છે.તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ,

હે જન્મેજય,ઇન્દ્રે સો યજ્ઞો કાર્ય હતા,પણ તારો આ યજ્ઞ એવા દશ હજાર યજ્ઞોની બરાબર આવે છે.

તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ.