Dec 28, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-051

અધ્યાય-૬૪-દેવોનું અંશાવતરણ 


II जनमेजय उवाच II य एते कीर्तिता ब्रह्मनयेचान्ये नानुकीर्तिताःIसम्यक्तान श्रोतुमिच्छामि राज्ञश्वान्यानसहस्त्रशः II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,જે રાજાઓ વિશે તમે કહ્યું છે અને જેને વિશે તમે કહ્યું નથી તેવા,તે હજારો વિશે,

હું સારી રીતે સાંભળવા ઈચ્છું છું,તે દેવતુલ્ય,મહારથીઓએ શા અર્થે જન્મ ધર્યા હતા? (1-2)

Dec 27, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-050

જન્મતાં જ તે માતાની આજ્ઞા લઈને,ત્યાંથી ચાલ્યા અને બોલ્યા-'મારુ કોઈ કામ હશે તો સ્મરણ કરજે તો,

હું તરત જ હાજર થઈશ'  બાળક તરીકે તે દ્વીપમાં જન્મ્યા એટલે તે 'દ્વૈપાયન' નામ પામ્યા.

તેમણે,વેદો અને બ્રાહ્મણો પર કૃપા,કરવાની ઇચ્છાએ,વેદોનો વ્યાસ (શાખા-વિભાગ) કર્યો,તેથી તે 

'વ્યાસજી' પણ કહેવાયા.તે મહાસમર્થે સુમંતુ,જૈમિની,પૈલ,પોતાના પુત્ર શુકદેવ અને વૈશંપાયનને,-

આ મહાભારત સાથે પાંચેય વેદો ભણાવ્યા.તેમણે અલગઅલગ મહાભારતની સંહિતાઓ રચી છે.(70-90)

Dec 26, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-049

 તેમની રાજધાની પાસે વહેતી,'શક્તિમતી'નદીને ચેતનાયુક્ત 'કોલાહલ' પર્વતે,કામયુક્ત થઈને રોકી લીધી હતી,

વસુએ તે કોલાહલ પર્વતને લાત મારી,પ્રહારથી થયેલ બખોલમાંથી તે નદી બહાર નીકળી પડી,

નદીએ તે પર્વતથી એક જોડકું પેદા કર્યું હતું.પોતાના છુટકારાથી પ્રસન્ન થયેલી તે નદીએ,પોતે જ 

તે જુગલ રાજાને અર્પણ કર્યું.એમાં જે પુરુષ (અરિનાશન) હતો તેને રાજાએ પોતાનો સેનાપતિ બનાવ્યો 

અને કન્યા (ગિરિકા)ને રાજાએ પોતાની પત્ની કરી.